નયન હ. દેસાઈની કાવ્યસંપદા/હાથોને બદલે વૃક્ષની...
Jump to navigation
Jump to search
હાથોને બદલે વૃક્ષની
હાથોને બદલે વૃક્ષની ડાળીઓ હોત તો
મારામાં આવી બેસતે ભોળાં કપોત તો
આપી હવાને ઝૂલવા કાં પર્ણ પણ નહીં
પડછાયો ઉગવા મથે માટીને ગોતતો
આ છાંયડાઓ કોની સમી સાંજ થૈ ગયા?
ટહુકો રૂંધાયેલો હવે આ કોને શોધતો?
પાંખોનો ફફડાટ પણ નક્કી થયો હતો
પથ્થર ન આવે આ રીતે જંગલ વળોટતો