ચિત્તવિચારસંવાદ/સામાન્ય શબ્દકોશ

From Ekatra Foundation
Revision as of 02:52, 5 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શબ્દકોશ

ક. સામાન્ય શબ્દકોશ

શબ્દો મૂળ વાચનામાં લિંગ-વચન-વિભક્તિ કે કાળ-અર્થના પ્રત્યયો સાથે આવે છે. નિર્દેશિત કડીઓમાં એ જોવા મળશે જ. અહીં ખાસ કારણ વિના એ ભેદો નોંધ્યા નથી, કોઈ એક શબ્દરૂપ જ નોંધ્યું છે. ને મધ્યકાલીન શબ્દરૂપ સાચવી લેવાનું વલણ રાખ્યું છે. અર્થભેદો, અલબત્ત સંદર્ભ સાથે બતાવ્યા છે.

અખેપદ – અક્ષયપદ, બ્રહ્મપદ
અગત – કરવાનું ન રહેવું તે, બિનજરૂરી બનવું તે
અચ્યંત – અચિંત્ય, ઘણું
અજમાલ્ય – ?
અટાટ્ય – નકામાં કર્મ, પ્રવૃત્તિ, શ્રમ
અડે – નડે
અડ્યું રહેતું – અટકી રહે છે
અણછતો – અસ્તિત્વ ન ધરાવતો
અણલિંગ – અણલિંગી, જ્ઞાની, બ્રહ્મસ્વરૂપ
અતિશે – અતિશય
અત્મ – અતિ
અદબદ – અદ્‌ભુત, અલૌકિક
અદ્રિ – પર્વત
અધ્યાસ જુઓ પારિભાષિક કોશ
અધર – અધ્ધર, ઊંચે
અધોકમલ – શરીરના નીચેના ભાગના કમળ એટલે પગ
અનુપ – અનુપમ, જુદું-જુદું, જુદું
અનેરું – અન્ય, પોતાથી જુદું, બીજું
અપ – પાણી
અપત્ય – બાળક, સંતાન
અભોગત – ભોગવ્યા વિનાનું, અનુભવ્યા વિનાનું
અભ્યાસો – અભ્યાસ કરે, સેવન કરે
અભ્ર – વાદળ
અમલ કરે- વર્તે, વર્તન કરે
અમિત – અમાપ, ઊંડો
અમેધ – નિષ્ફળ કે અફળ ન થાય તેવું, કાયમી
અરક – અર્ક, સૂર્ય
અરબદ – માંસનો લોચો, કાચો ગર્ભ (સં. અર્બુદ)
અરભક – અર્ભક, બાળક
અર્જુન – મોર
અલપાઈ – લપાય, છુપાય, લુપ્ત થાય, સમાય
અવઘાય – ડૂબી જાય
અવલ સવલ – અવળી અને સવળી બાજુ, પાછળની અને આગળની બાજુ
અવની – પૃથ્વી (અહીં) પાર્થિવ તત્ત્વ
અવહિત – અવિહિત, શાસ્ત્રમાં જેનાં વિધાન નથી તેવું (કર્મ), અનુચિત (કર્મ)
અવાચ્યક – અવાચક, મૂંગા
અવાચ્ય કારણ – બ્રહ્મ, જગતના કારણરૂપ અવાચ્ય
અવાચ્યવીર્જ્ય – અવાચ્યવીર્ય, અવાચ્ય એટલે બ્રહ્મ તેની શક્તિ જેનામાં છે તે
અવાટ – રસ્તો નહીં તે
અવ્યેય – અવયવ
અશું – આવું, એવું (સં. ઇદશ)
અસંક્ષાત – અસંખ્ય
અસંભાવના જુઓ પારિભાષિક કોશ
અસંભાવ્ય – અસંભાવના (જીવ અને બ્રહ્મની એકતા વિશે સંશય હોવો તે)
અહરો – નજીક, પાસે
અહી – સાપ
અંગ – સંબોધનવાચક અવ્યય (જેમકે ‘ભાઈ’) સારું, ભલે
અંડ – બ્રહ્માંડ
અંતરદ્વાર – મર્મ, રહસ્ય
અંતરભૂત – અંદર સમાયેલું
અંતરમાંહા – અંદર
અંતર્ય – અંતરમાં, અંદર
અંથ – સહેજ પણ
અંધેર – અંધકાર
અંબ – અંબુ, પાણી
આકરો – ન છૂટે તેવો, દૃઢ
આક્ષેપ – (અહીં) વિસ્તાર
આગઉ – આગુઓ, અગ્રયાયી, આગળ ચાલનાર
આગે – આગળ, પહેલાં
આગ્ય – અગ્નિ
આઘું, આઘેરું, આઘો – આગળ, આગળનું, આગળની સ્થિતિ (સં. અગ્ર–)
આણી – આ
આતમલક્ષ – આત્મબોધ
આદરી – ખેંચાઈને
આદ્ય – થી માંડીને
આધીન – પરવશ, ગૌણ, ઊતરતું
આપ – આત્મસ્વરૂપ
આપણું – પોતાનું, પોતાપણાનું, આત્મતત્ત્વનું આપાપણાં, પોતપોતાના, એમના પોતાના
આપોપું – પોતાપણુ, અહંભાવ, હુંપણું, પોતાપણું, આત્મતત્ત્વ
આફણીએ – આપોઆપ
આફલે – અથડાય
આભ્યંતર – અભ્યંતર, અંદર
આયાસ – કષ્ટ, શ્રમ
આરોપીને – રૂપક વગેરેમાં થતી આરોપણની ક્રિયા દ્વારા
આલ – આળ, કલંક
આલા – આળાં, નરમ, પોચા
આલાલુંબે – લાલચમાં
આલે – તોફાને
આવૃત – આવરણ
આશકત્ય – આસક્તિ
આશે – આશય, મર્મ
આહાજ્ય – આજ્ય, ઘી
આણી – આ
ઉછેદ – દૂર કરવું, નાશ
ઉડગણ – ઉડુગણ, તારાઓનો સમૂહ
ઉડપતિ – ઉડુપતિ, તારાઓનો રાજા, ચંદ્ર
ઉત્પાત – મુશ્કેલી
ઉદાસ – ઉદાસીન, તટસ્થ
ઉદ્દેશે – માટે, અનુલક્ષીને
ઉપજણ્ય – ઉત્પન્ન થયેલું તત્ત્વ (અહીં) અહંભાવ
ઉપતેજ – અપતેજ, તેજહીનતા, અંધારું
ઉપતૃષ્ણે – તૃષ્ણા વિના (સં. અપતૃષ્ણ)
ઉલ્લસે – ઉલ્લાસથી, પ્રગટીકરણથી (અહીં સંજ્ઞા તરીકે જણાય છે), ચાલે, ગતિ કરે, પ્રવૃત્ત થાય, ઊઠે, પ્રગટે
ઉવેખ – ઉપેક્ષા, ઇન્કાર
ઉંબરા – ઉંબરના વૃક્ષનાં ફળ
ઊથાનદશા – ઉન્નત દશા
ઊપજ્ય – ઉત્પત્તિ, પરિણામ
ઊપનાં – ઉત્પન્ન થયેલાં
ઊફરું – ઉપરવટ, અલગ
ઊમગી – પ્રસરી રહેલી, સ્ફુરી રહેલી, ફેલાયેલી
ઊમટે – થાય
ઊમટ્યો – આવી ચડ્યો
ઊમડે – નષ્ટ થાય (સં. ઉન્મર્દ > પ્રા. ઉમ્મડ)
એકએકને – દરેકને
એકપણું – અદ્વૈતભાવ
એકલમલ્લ – મસ્ત, એકલવિહારી (અહીં) બ્રહ્મજ્ઞાની
એકાંત – સંપૂર્ણ પણે હંમેશા
એકે – દરેક
એણી – એ
એહેવો સ્યો – એવા પ્રકારનો
એંધાણ – નિશાની, પ્રતીતિ
ઐશ્વર્જ્ય – ઐશ્વર્ય
ઓષધી – માદક પદાર્થ
કટક – કડું
કફ – કપ, ચકમકના તણખા ઝીલવાનું રૂ. જામગરી
કમલભૂ – બ્રહ્મા
કરણ – કર્ણ, કન
કરતમ્ય, કરતવ્ય – કર્તવ્ય, કર્મ, ક્રિયાકારિત્વ
કલકલી – આકળવિકળ
કલછૂટવી – મૂર્છા દૂર થવી, કળ વળવી
કલણ – કળવું (સમજવું) તે, સમજણ
કલહી – કલાઈ (અહીં) સીસાનો ઢોળ
કલી – જાણી, સમજી
કલોલ – કલ્લોલ, મોજા
કલ્યું – સમજ્યું, ઓળખ્યું
કલ્લોલ – તરંગ
કશું – કેટલું
કસ્યો – કયો
કહીં – ક્યાં, શું
કહીંએ – ક્યાંય
કંદ – મૂળ (અહીં) મૂળ સ્થિતિ
કંદ્રપ – કંદર્પ, કામવાસના
કાઇ – કાયા, શરીર
કાજગરી – કાર્ય કરનારી, કામ આવનારી
કાજ્ય – કાજે, માટે
કાટલાં – વજનિયાં
કારજ્ય – કાર્ય
કારજ્યવાદી – કાર્યવાદી, પરિણામવાદી
કાંટો – ત્રાજવું
કિંકરી – દાસી
કીધા – કર્યા
કૃત્ય – કર્મ
કેહી – કઈ, કહે
કેહે – કે
કેહેને – શેને; કોઈને, કને, પાસે, સાક્ષાત્‌
કેહેવો – કેવો, કયા પ્રકારનો
કૈવલ્ય – બ્રહ્મ
કોટ્ય – કોટિ, અનેક ગણી
કોરડા – કોરા
કહી – સડીને
કોહો – કોણ
ક્યર્ણ – કિરણ
ક્રત્ય – કૃતિ, ક્રિયા કારિતા, પ્રવૃત્તિ
ક્રમ – કર્મ
ખટ – છ (સં. ષટ્‌)
ખતા ખાતો – ઠોકર ખાતો
ખરાર્ય – ખરેખર
ખંધ્યે – ખંધે, ખભે
ખાણ્ય – ઉત્પત્તિસ્થાન, જીવયોનિ, ખાડો
ખીણ – ક્ષીણ
ખેચર – આકાશમાં ઊડનારા
ખેવ – ક્ષિપ્ર, તરત જ
ખોખાં – વાદળના બંધાયેલા આકાર
ખોહી – ખોઈ
ગજકોઠા – ગજકપિત્થ ન્યાય, હાથીએ ગળેલ કોઠાનો ન્યાય
ગત – ગતિ, શક્તિ
ગત્ય – ગતિ
ગત્ય થાએ – ગત થાય, દૂર થાય
ગમ્ય – ગમ, બુદ્ધિ, સમજ
ગર્ભકમલ – અંદર રહેલ કમલરૂપ અવયવ
ગલાન્ય – ગ્લાનિ
ગહેર બેસે – ઘેર બેસો, શાંતિથી બેસો
ગોચર હોય – અનુભવગમ્ય બનશે, સમજાશે
ગોટ્યકા – ગોટિકા, ગોળી
ગ્રથલ – ઘેલો, ગાંડો
ઘટ – શરીર, પાત્ર
ઘટ પડી – બંધાઈ?
ઘટમટ્ય – ચિત્તમાં ચાલતા વિચારો, વિકલ્પો
ઘાટ – રચના ? ઓવારો – છેવટનું લક્ષ્મ સ્થાન?
ઘાટ ચાલે – નીવડે
ઘાટ બેસશે – મનમાં ઊતરશે, સમજાશે
ઘાટ બેસે – મનમાં ઘડ બેસે, સમજાય
ઘાટે ઘાત્ય – સમજાવ, સમજણમાં નાખ
ઘાટ્ય બેસાર્ય – સમજણ પાડ
ઘાટ્યે ઘાલ્ય – (મારી) સમજમાં નાખ, સમજાવ, (તારી) સમજમાં નાખ, સમજ
ઘાટ્યે બેસે – સમજણ પડે
ઘાત્ય – ઘાલ્ય, નાખ
ઘાયક – ઘાતક
ઘાંધ – ગભરામણ
ઘેર્ય રહે – સમજણની સ્થિતિમાં રહે
ચક્ષ – ચક્ષુ, આંખ
ચમક – પ્રકાશ
ચર – જંગમ
ચરમ – ચર્મ
ચરે – ભક્ષણ કરે
ચર્મ – (અહીં) શરીર
ચલે – ચળે, ચલિત થાય, વિક્ષિપ્ત થાય
ચંબુકગિરિ – લોહચુંબક ધરાવતો પર્વત
ચાલ – ચાલવું તે, ઇચ્છા મુજબ થવું તે
ચાલવી – ચલાવી, ચલિત કરી
ચાલો – પ્રવર્તન
ચાલ્યું જાઈ – પ્રવર્ત્યું જાય
ચિદ – ચેતન, ચૈતન્ય
ચિદઘન – ચૈતન્યરૂપી વાદળ
ચિદવિલાસ – ચૈતન્યવિલાસ
ચિદાકાશ – ચૈતન્યરૂપી આકાશ
ચિદ્રૂપ – ચૈતન્યરૂપ
ચેટક – જાદુ
ચેહેન – ચિહ્ન
ચૈતન્યમે – ચૈતન્યમય
ચોરાશી – ચોરાસી લાખ યોનિમાં જન્મના ફેરા (તથા જુઓ પારિભાષિક કોશ)
ચૌરજ્ય – ચૌર્ય
છતો – ઉપસ્થિત, અસ્તિત્વ ધરાવતો
છામખેડુ – ચામડાનો ખેલ
છેક – છેડો, અંત; સાવ
જક્ત – જગત
જક્ષ – યક્ષ
જંત – જંતુ, જીવ, પ્રાણી
જંત્ર – વ્યવસ્થા, યુક્તિ, પદ્ધતિ, યંત્ર, અક્ષર ને આંકડાવાળી આકૃતિઓ જેમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને જેનો તાવીજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
જંત્રભેદ – રચનાનો ભેદ એટલે કે રચાયેલા પદાર્થની ક્રિયા
જાગ્ય – જગ્યા
જાડ્ય – જડતા, અજ્ઞાન
જાડો દેહ – પુષ્ટ શરીર, પુષ્ટતા
જાણ્ય – જ્ઞાન, ઇન્દ્રિયજ્ઞાન
જામિની – યામિની, રાત્રી
જુક્ત – વિચારપૂર્વક
જુક્તિ – વિચારણા, તર્ક, દલીલ, વિચારપ્રક્રિયા, યુક્તિ, યોજના
જુકત્ય – મર્મ, વિચારણા, વિચારસરણી
જુજુઆં – જુદાજુદા જેમ, જેમકે, દાખલા તરીકે, જોગ, યોગ, સંયોગ; યોગ, સ્થિતિ
જોગખેમ – યોગક્ષેમ, પાલનપોષણ, કલ્યાણ
જોગ્યે – યોગે, અનુસાર
જોતાં – વિચાર કરતાં
જોત્ય – જ્યોત, દીવાની શગ
જ્ઞાનખલ – ખલજ્ઞાની
જ્યથારથ – યથાર્થ
યદા – યદા, જ્યારે
જ્યમ છે ત્યમ – વસ્તુતઃ, વસ્તુસ્થિતિમાં
જ્યાન – જાન, નુકસાન
જ્યોગ – જોગ, યોગ
ઝલકણ – જ્યોતિ, ઝબકાર, પ્રકાશ
ઝાતકાર – ઝબકાર
ટાલા – ભેદ, જુદાઈ, વાડા
ટોલ – ટોળું, સમુદાય
ઠાઠ – વૈભવ, વિસ્તાર, સાજ
ઢાર – સ્થાન, સ્થિતિ, અવકાશ
ઠાર્ય બેસશે – ઠેકાણે આવશે, સમાધાન થશે
ઠેહેરાવીનેલ – નક્કી કરીને
ઢંગ – રીતભાત, વર્તન
તત્‌ પદ – તે બ્રહ્મ
તરંગ – લહેર
તંત – ખરી વાત
તાગ કાઢવો – અંદાજ કાઢવો, પાર લાવવો, રસ્તો કાઢવો, ઉપાય કરવો
તાણ – તંગી, અછત, ઊણપ
તાત – (અહીં) લાડમાં પિતાએ પુત્રને કરેલું સંબોધન છે, એવી રૂઢિ હતી, ‘બાપા’ કહેવાય છે તેમ
તાર – તારા (આકાશના)
તીમર – તિમિર, અંધકાર
તેજપણું – તાપ
તેજે – તાપને કારણે
તોઇ – તોય, પાણી
તોલે – તોળે, ઉડાડે
તોહે – તોપણ
ત્યેં – તેં, તારાથી
ત્રણ – તૃણ, સૂકું ઘાસ
ત્રિપદ – કૈવલ્વ, ઈશ્વર, જીવ એ ત્રણ પદ
ત્વંપદ – જીવપણું
થકે – થાકે
થકો – થઈને, હોઈને, હોવાથી
થાપ – સ્થાપના
દખ્યણ – દક્ષિણ, જમણો, સાચો, યોગ્ય
દધા – દુગ્ધા, પીડા
દમે – હેરાન કરે
દલ – દિલ
દર્શન જુઓ પારિભાષિક કોશ
દાખ્ય – દાખવ, બતાવ
દાદા – મૂળપુરુષ, (અહીં ) બ્રહ્મ
દીપકસ્થાની – દીવાને સ્થાને
દીપધામ – દીવાનો પ્રકાશ
દુની – દુનિયા
દેઈ – સંતાન
દેખણું – દૃશ્ય
દેહારામી – દેહનું સુખ માણે છે તે, દેહમાં વિશ્રાંત છે તે
દેહી – દેહ જેને છે તે, આત્મા
દ્રષ્ટ્યમુષ્ટ્ય – દૃષ્ટિથી અને મુષ્ટિથી ગ્રહી શકાય એવા અનુભવવાળું, પ્રત્યક્ષ અનુભવવાળું
દ્રષ્ટ્યે પડ્યું – સમજમાં આવ્યું, ખ્યાલમાં આવ્યું
દ્રેહે – ધરો, જળાશય (સં. દ્રહ)
દ્વારા – સાધન, માર્ગ
ધમ્યુંધૂપ્યું વાએ ખૂએ – શ્રમથી મેળવેલું સહેજમાં ગુમાવે
ધંધ – જંજાળ, ઉપાધિ, આપત્તિ
ધાત – ધાતુ
ધામ – વૈભવ, પ્રતાપ, સ્થિતિ, (અહીં) સ્વરૂપ
ધૂંધૂકાર – અંધકાર
ધૂંખલ – ધૂંધળી
ધેર્ય – ધરમૂળ, મૂળ, મૂળથી, મૂળમાંથી, સંપૂર્ણપણે
ધોતી જુઓ પારિભાષિક કોશ
ધ્યે – ધ્યેય, (અહીં) બ્રહ્મ
નગ – પર્વત
નરખાઇ – નીરખાય
નરબદ – ?
નવાણ – જલાશય
નપુંસક – પુરુષત્વ વિનાનું (અહીં) સામર્થ્યહીન
નાટ – નેટ, નક્કી, નિશ્ચિતપણે, ચોક્કસ, ખરેખર
નાંના – વિવિધ પ્રકારના
નાંનાવિધ – અનેક પ્રકારના
નિકાલ – ઉપાય, રસ્તો
નિજભોગ – પોતાનો ભોગ, આત્માનુભવ
નિદાન – કારણ; મૂળ કારણરૂપ તત્ત્વ; મૂળ કારણરૂપ (સ્વરૂપ); પરિણામ; અંતિમ લક્ષ્ય; ચિકિત્સા, પરીક્ષા; છેવટે, ચોક્કસ, ‘જ’ના અર્થમાં
નિરધાર – નિર્ણય, નિશ્ચય; નિશ્ચિત કરેલ મત; (નિશ્ચિત રૂપે પ્રગટ થયેલી) વાત; નક્કી કરઃ નિશ્ચિતપણે, નક્કી, ‘જ’ના અર્થમાં; નિશ્ચિત, ખરી
નિરમલ – નીરોગી
નિરવહું – નિર્વાહ કરું, ઉકલ આણું; નિરવહ્યું, સમજાવ્યું
નિરવાહ કર્યો – ચલાવ્યું, સમજાવ્યું
નિરવાણ્ય – નિશ્ચિતપણે, ચોક્કસ, ખરેખર
નિરાટ – એકલો? સ્વતંત્રપણે? સીધેસીધો? નિશ્ચિતપણે નિરાળા, જુદો, (અહીં) નવો, મૌલિક
નિરાસ – નિરસન, દૂર કરવું તે
નિશાણી – નિશાની, લક્ષણ
નિશે – નિશ્ચે, નિશ્ચિતપણે, ચોક્કસ; નિશ્ચયપૂર્વકનો, ખરો
નીઅંતા – નિયંતા, સ્રષ્ટા
નીગમવા – દૂર કરવા
નીગમીતી – ગુમાવી હતી
નીપજ્ય – પરિણામ, પરિણામરૂપ સ્થિતિ
નીપનો – નીપજ્યો, ઉત્પન્ન થયેલો
નીમડે – નીવડે, પરિણમે, પ્રતીત થાય
નેટ્ય – નક્કી, નિશ્ચિતપણે, જ
નેઠો – છેડો
નેડે – નજીક
નેડો આણજે – પરીક્ષા કરજે, વિવેક કરજે (?)
નેમ – નિયમ, નિયમપૂર્વક
નેષ્ટા – નિષ્ઠા
નેષ્ટિક – નૈષ્ઠિક, નિષ્ઠાવંત, સાચા
નૈયાયક – નૈયાયિક, ન્યાયદર્શન
નૈરાશી – નિરાશ, આશા-આસક્તિરહિત
નૈવેદ – નિવેદન, સમર્પણ
નોલી જુઓ પારિભાષિક કોેશ
ન્યરવહ્યું – નિરવહ્યું, ચલાવ્યું
ન્યર્ત્ય – નિવૃત્તિ, પરિણામ
પક્ષ – મત
પખાં જુએ – પડખાં જુએ જાતને તપાસે
પખે – વિના
પખ્ય – પખે, વિના
પટે – પટ ઉપર
પડ – શરીર
પડછંદા – પડઘા
પડ્યે પિડ્યે – શરીરનો નાશ થતાં
પણું-અવિનાશ – અવિનાશીપણું
પણું-સાક્ષાત – સાક્ષાતપણું, સાક્ષાત્કાર
પતન્ય – પતન
પતંગ – પતંગિયાં
પદું – આચરું?
પદ્ય – પદ, સ્થાન, સ્થિતિ
પરજલે – પ્રજ્વળે, સળગે
પરજંત – પર્યંત, સુધી
પરઠ્યું – નક્કી કર્યું, ઠરાવ્યું, સ્થાપિત કર્યું, ઊભું કર્યું
પરત્યે – પ્રત્યે, –માં
પરમાણ – પ્રમાણ, હેતુસાધક, સાર્થક, ઉપયોગી
પરમાણ રાખે – ખરું માને, સ્વીકારે, પ્રમાણભૂત ગણે
પરમાણે – માપે, પ્રમાણે
પરમાણ્ય – સ્વીકાર
પરવરે – જાય, આવે, ફરે, રહે પરિણમે
પરવાહિક – પ્રવાહિક, પ્રવાહ રૂપે વહેનાર, અવશપણે તણાનારા
પરસવતાં – પ્રસવતાં, જન્મતાં
પરસંગ – પ્રસંગ, સંદર્ભ
પરસી – સ્પર્શી, સ્વીકારી
પરસે – સ્પર્શ કરે
પરાકાષ્ટા – છેક સુધીની
પરાભવ – નાશ
પરું – દૂર, અળગું
પલક્યે – પલકમાં, પલકારામાં
પવનનો – શ્વાસનો, પ્રાણનો
પસર્યો – પ્રસર્યો
પહરેરી – દૂરની, પારની સ્થિતિ
પંડ્ય – પિંડ, શરીર, પદાર્થ
પાખી – સિવાય, વિના
પાછું કર્યું – છોડ્યું
પાછું રહ્યું – બાકી રહ્યું
પાતાંજલી – પતંજલિએ રચેલું શાસ્ત્ર, પતંજલિનું
પાદુ – પગ
પાર કાઢ્ય – અંત આણ, છેડો આણ
પારદ – પારો
પાસ – સ્પર્શ
પાણ્ય – પાણિ, હાથ
પિંડ્ય – પિંડ, શરીર, રૂપ
પુષ્ટ્ય – પુષ્ટિ, પોષણ, જામવું તે, પુષ્ટ થવું તે
પૂઠ્ય – પેઠે, જેમ
પૂઠ્ય – પૂઠ, પાછળ
પૂરો પાડ્યો – પહોંચાડ્યો, લઈ ગયો
પેખણું – ખેલ, તમાશો
પેર્ય – પ્રકાર, રીત, માર્ગ, ગોઠવણ, જોગવાઈ
પૈર્યે – પ્રકારે, રીતે, પેઠે
પોગર – પરમાણુ, શરીર, આત્મા (સં. પુદ્‌ગલ)
પોઢેરા – પ્રૌઢ, મોટો, વિસ્તૃત
પોતાપણું – આત્મસ્વરૂપ
પોતે – પોતાપણું, અહંભાવ; પોતાપણું, આત્મસ્વરૂપ
પોષક – પોષનાર, પુષ્ટ કરનાર, અસ્તિત્વના આધારરૂપ
પોષણ – અસ્તિત્વનો આધાર
પોષાઈ – પોષણ આપે છે
પ્રગન્યાવંત – પ્રજ્ઞાવંત, જ્ઞાની
પ્રતિબોધ – પ્રત્યુત્તર, સમજૂતી
પ્રતીકાર – ઉપાય
પ્રપંચ – વિસ્તાર
પ્રપંચભેદ – સંસારનો વિવિધ પ્રકારનો વિસ્તાર
પ્રશ્ણ – પ્રશ્ન, કોયડો
પ્રસિદ્ધ – અગુપ્ત, બાહ્ય
પ્રાઇ, પ્રાએ જુઓ પ્રાયે
પ્રાક્રમ – પરાક્રમ
પ્રાપત્તિ – પ્રાપ્તિ
પ્રાપત્ય – પ્રાપ્તિ
પ્રાયે – પ્રાયઃ; ઘણે ભાગે, સામાન્ય નિયમ તરીકે, (અહીં) નિશ્ચિતપણે, ખરેખર, ચોક્કસ ‘જ’ના અર્થમાં
પ્રીછવા – ઓળખવા
પ્રૂઢ – પ્રૌઢ, ભવ્ય, વિશાળ
ફહરેરે – ફરહરે
ફાટું – અસભ્ય, છકેલું, ઉદ્ધત
ફૂલ – તણખા (અગ્નિના)
ફેરે – ફેરફારથી
બકે – બોલે
બરાસકપૂર – એક પ્રકારનું કપૂર, ઊડી જાય તેવું એક દ્રવ્ય
બંધ સાધે – નિયમન કરે
બંધાણ – બાંધવું તે, રચના, ગ્રથન
બાધી – આખી, અખંડ
બાહાજ્ય – બાહ્ય
બીબાં – આકૃતિ ઢાળવાનાં ચોકઠાં (અહીં દેહ કે દેહના જન્મ)
બુદબુદા – પરપોટા
બોહોલા – અનેક જાતના
ભખી – ખાઈને
ભખે – ભક્ષે, ભોગ કરે, પામે
ભખ્ય – ભક્ષ
ભગ – સ્ત્રીયોનિ
ભજે – આશ્રય લે, સ્વીકારે, પામે, ધરાવે
ભજ્ય – સ્વીકાર, આશ્રય લે
ભરપૂર – બધે ભરેલો, વ્યાપ્ત
ભરમે – ભરમાય
ભરૂંસે – વિશ્વાસપૂર્વક
ભલો – સારો, યોગ્ય
ભલ્લ – ભલું, સારું
ભવ – સંસાર
ભાગ – અંશ, ભેદ, પ્રકાર
ભાગાથી – ભાંગ્યાથી
ભાગી, ભાગો – ભાંગી, નષ્ટ થઈ
ભાણ – ભાનુ, સૂર્ય
ભાર – મહત્ત્વ
ભારતી – સરસ્વતી
ભાલ – ભાળ, શોધ
ભાસકશક્તિ – પ્રકાશિત કરવાની શક્તિ, પ્રતિબિંબ પાડવાની શક્તિ
ભાંજે – ભાંગે
ભાંત, ભાંત્ય – ભાત, પ્રકાર
ભૂચર – પૃથ્વી પર ચાલનારા
ભૂત – પંચ મહાભૂત, ભૌતિક તત્ત્વ
ભૂતિક – ભૌતિક
ભૂપ થવા હીંડો – ઊંચું સ્થાન મેળવવાની ઇચ્છા રાખો
ભેદ – રહસ્ય; પ્રકાર
ભેદાભેદ – (અહીં) ભેદ અને ભેદ, વિવિધ પ્રકારના ભેદ
ભેવ – ભેદ
ભોગવણી – અનુભવ
ભ્રમરોગ – ગાંડપણ, ચિત્તભ્રમનો રોગ
મછર – મત્સર, ઈર્ષ્યા
મત્ત – ઉન્મત્ત, ગાંડું, મસ્ત, ઘેલું
મનીશ – મનુષ્ય
મર્મ – રહસ્ય
મરતકવત – મૃતકવત, મૃત્યુ પામેલા જેવો
મલે – મળતું આવે, બેસતું આવે, બેસી જાય, નિવેડો આવે
મહાનિધ્ય – મહાભંડાર રૂપ પરબ્રહ્મ
મંડપ – રચના, મંડાણ, સૃષ્ટિ
માઇ – માતા
માઇ – માયા?
માટ્ય – માટે, કારણે, -ને લીધે
માથાસરુ – મથાળું, માથેનો આધાર
માદક, માદિક – મદ ચડાવનાર પદાર્થ; જેને મદ ચઢ્યો છે એવી (વ્યક્તિ); મદીલાપણું
માદકવાન – મદીલી વ્યક્તિ
માદિક જુઓ માદક
માન – માપ, ધોરણ, મોભો, સ્થાન, પરિમાણ, જથ્થો
મારુત – મરુત, પવન
માહાઅગ્નિ – વિશ્વાગ્નિ, વિશ્વમાં વ્યાપ્ત અગ્નિ
માંડણી – આધાર
માહાનિધ્ય – મહાનિધિ, બ્રહ્મ
મુક્ષ – મુખ
મુખ્ય – મુખ
મુજ – મને
મુજ મુક્ષ – મારે મોઢે, મને
મૂઠ્ય – મૂઠ, મૂઠી
મૂરછાઈ – મૂર્છિત થાય, નિષ્ક્રય થાય
મૂલ – તળિયું
મૂલગુંસ – મૂળ, મૂળનું
મૂલ્યે – મૂળે, મૂળમાં
મેઘનિશા – વાદળ ઘેરાયેલાં હોય તેવી ઘનઘોર રાત્રી
મોટમ્ય – મોટપ
મોરથી – તરફથી, દ્વારા, ને કારણે
મોર્યે – તરફ, બાજુ
મોહો – મોહ
રણવેર – ઊંડું વેર
રદું – હૃદય, હૃદયની વૃત્તિ, વલણ
રદે – હૃદે, હૃદય, હૃદયમાં
રજ – (સ્ત્રીનું) આર્તવ
રશે – દૂર કરશે (સં. રહૂ પરથી ‘રહશે’)
રસ – રસ, આથો લાવવા માટે મેળવણ તરીકે નખાતું દ્રવ્ય
રસ – પારાનું સૌથી વધુ અસરકારક સ્વરૂપ, એકરસ, એકરૂપ
રસના – જીભ
રસબસ – ઓતપ્રોત
રસે – રસપૂર્વક
રહે – અટકે, મટે
રહેણ – રહેવું
રંગ – અનુભવ; સ્નેહ, પ્રીતિ, આસક્તિ
રંચ – જરા; સહેજ
રાખ્યસ – રાક્ષસ
રાહે – રાહુએ
રીત્યે – માર્ગે
રીદ – રિદ્ધિ (અહીં જળના ભંડાર)
રુસલ્ય – ભ્રાંતિભર્યું, ભ્રાંત
રૂસ – રાગયુક્ત ભ્રમિત મનોદશા
રોધ – અવરોધ, અંતરાય
રોધ્યું – રોધ કરનારું, રૂંધાયેલું
લક્ષ – લક્ષ્ય, દૃષ્ટિબિંદુ
લક્ષણ – ગુણધર્મ
લક્ષે – લક્ષ્યે, છેવટે, અંતે
લખાણી, લખી – આલેખી, વર્ણવાઈ
લખે – લક્ષે, ધ્યાનમાં લે, જુએ
લગે – ને કારણે
લટકા કરે – વ્યવહાર કરે, રમણ કરે
લહી – સમજાઈ, ઓળખાઈ
લહે – પામે, ગ્રહે, સમજે, ગણે [સં. લભ્‌]
લંબ – લાંબું, દૂર સુધી પહોંચતું, વિશાળ
લાઇ – લ્હાય, અગ્નિ
લાધે – મળે, પામે (સં. લબ્ધ)
લુખી – નિસ્તેજ
લુખો – સાર વિનાનો
લેખ – ગણના
લેખા માંહે – હિસાબમાં, લક્ષમાં, લક્ષ્ય રૂપે
લેખું દ્યે – સમજાવ
લોહો – લોહ, લોઢું
લ્યંગ – લિંગ
લ્યંબકા જુઓ પારિભાષિક કોશ ‘લંબક’
વગે –ઠેકાણે
વટ્યો – નીકળી ગયો.
વણમેલ્યું – વણમેળવ્યું, મેળવવાનો પ્રયત્ન ન કરવો પડ્યો હોય તેવું
વર્ણનિરમ્યાં – વણનિર્મેલાં, મિથ્યા
વણસે – નાશ પામે (સં. વિનશ્‌)
વદું – ઉચ્ચારું
વરતણ – વર્તન, વ્યવહાર
વર્તે – હોય છે, છે, અસ્તિત્વ ધરાવે છે.
વલતો – વળતા જવાબમાં, વળતા ઉદ્‌ગાર રૂપે; પછીથી
વસું – વસ્યું
વસા સોઇ – સો વસા, સે ટકા, સંપૂર્ણ
વસ્તુ – સત, ચિત્‌, આનંદસ્વરૂપ બ્રહ્મ
વણસે – નાશ પામે (સં. વિનશ્‌)
વંતોલ – વંટોળ
વાએ – વાયુ
વાક્યરહિત – વાક – સત્ત્વ, કસ વિનાનું
વાટ – રસ્તો
વાટ્ય ઊઠી – નિરર્થક ગયું, એળે ગયું
વાટ પાડે – લૂંટે, ખાતર પાડે
વામ – ડાબી બાજુ, ખોટે માર્ગે
વામજ્ઞાની – જેને ડાબે અંગે જ્ઞાન આવે છે તેવો, ઊલટું, પ્રતિકૂળ, અધમજ્ઞાન ધરાવનાર
વાસવા – ઇન્દ્ર
વાંકડું – મુશ્કેલી, વાંકું, વાંધો
વાંકાં – મુશ્કેલીઓ
વાંકું – મુશ્કેલીભર્યું
વિગોવે – દુઃખી કરે
વિચિત્ર – જાતભાતના, જુદા જુદા
વિજે – વિજય
વિત – વિત્ત, સંપત્તિ
વિપરીત ભાવના જુઓ પારિભાષિક કોશ
વિપ્રીત્ય – વિપરીત ભાવના
વિશમી – વિરમી, શમી
વિશમે – શમે, વિરમે
વિશ્રામ પામ્યો – શાંતિ પામ્યો, સંતોષ પામ્યો
વિષે – વિષય
વિષેભોગ – વિષયોનો ઉપભોગ
વીચેવીચપણું – વચ્ચેવચ્ચપણું, ઓતપ્રોતપણું?
વીર્જ્ય – (પુરુષનું) વીર્ય, શુક્ર
વીત – વિત્ત, સત્ત્વ
વીત્રેક – વ્યતિરેક, ભેદ
વૃત્ય – વૃત્તિ
વેહેર – જુદાપણું
વૈગુન્ય – ગુણ વગરની સ્થિતિ, નિર્ગુણ સ્થિતિ
વ્યક્ત – વ્યક્તિ, પ્રગટીકરણ
વ્યક્ત ભેદ – વ્યક્ત સૃષ્ટિના ભેદ
વ્યત્ત – વિત્ત, સાર, સારરૂપ તત્ત્વ
વ્યર્ત્ય – વૃત્તિ, વર્તન, સ્થિતિ, વ્યવહાર
વ્યધ્ય – વિધિ, પ્રકાર
વ્યસો – વસા, ટકા
વ્યાખ્યાન – વર્ણન, ભાષણ, કોઈ વિષયનું વિસ્તારથી પ્રતિપાદન
વિષ્ટ્ય – વૃષ્ટિ
વેદ – નિશ્ચિત
વ્રેહે – વિરહ
શબ્દ – સંજ્ઞા, નામ
શબ્દની વૃત્ય – શબ્દની વૃત્તિ, – વ્યાપાર
શબ્દનો માર પડે – ઉપદેશ-વચન સાંભળવાં પડે (?)
શબ્દે મારે – ઉપદેશવચન સંભળાવે
શબ્દપ્રકાશ – શબ્દ-ધ્વનિ પ્રકાશિત થેવો તે, ઉત્પન્ન થવો તે
શરાડું – સરાડું, અંત, છેડો
શંભ – શંભુ, બ્રહ્મ
શાસના ધરે – આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, પ્રવૃત્ત થાય?
શાંત્ય – શાંતિ
શાંત્યમા – શાંતપણું
શીપ્યે – છીપમાં
શુદ્ધમાર્ગ – નિવૃત્તિમાર્ગ, શુદ્ધ જ્ઞાનનો માર્ગ?
શું – માં, સાથે, પ્રત્યે
શૂન્ય – છિદ્ર
શ્વાસ લેઈને – શ્વાસ ચડી જઈને, હાંફી જઈને
શ્રુતિ – વેદ વગેરે પવિત્ર શાસ્ત્રો
શ્રેણ્ય – શ્રેણિ
સત્તા – પ્રભાવ
સમાસ – સમાવેશ
સમી – સીધી
સમું પડે – સીધું ઊતરે, સમજાય
સમોગુણ – શમગુણ, સત્ત્વગુણ
સમોહોલે – સંમુખે, હજરાહજૂર
સરખું – મળતું, અનુરૂપ, યોગ્ય
સરસાઈ – ચઢિયાતાપણું
સરસો – એકરૂપ
સરાઈ – સહરાય, ખુશ થાય, આનંદ પામે
સરૂપ – સ્વરૂપ
સરે – અંતે
સર્વેશ – સર્વનો ઈશ, ચૈતન્ય કે બ્રહ્મસ્વરૂપ
સલગ – સંલગ્ન, જોડાયેલું, સળંગ, એકરૂપ
સલિતા – સરિતા, નદી
સહસા – એકાએક
સહી – ખરી, સાચી, જરૂર, ચોક્કસ; ભારવાચક અવ્યય ‘જ’
સહેસાં – સહસા, એકાએક, આકસ્મિક સંકલ્પના, સંકલ્પ વ્યાપાર, કલ્પના વ્યાપાર
સંક્ષા – સંખ્યા (અહીં) વજનિયાંનાં માપ
સંઘારણ – સંહાર
સંચ – કરામત, યુક્તિ, રચના, ગોઠવણ, આંટીઘૂંટી, તંત્ર, વિધિ
સંચરે – જાય, ગતિ કરે, પહોંચે
સંજ્યમ – સંયમ
સંમંધ – સંબંધ
સંશે – સંશય
સંસ્રત્ય – સંસાર (સં. સંસૃતિ)
સાખ્ય – સાખ, સાક્ષી
સાખ્યાત – સાક્ષાત્‌, સાક્ષાત્‌ સ્વરૂપ, સાક્ષાતત્કાર, સાક્ષાત્‌-પણું
સામૃથ્ય – સામર્થ્ય
સારૂ – ને લીધે, –થી; તરફ
સારોધાર – સારોદ્ધાર, સાર રૂપે તારવવું તે
સાવ – (અહીં) સહજ રીતે, આપમેળ
સાહામું જુએ – લક્ષમાં રાખે
સાહામો થયો – સામે આવ્યો
સાહાસ – સાહસ, હિંમત, ધૈર્ય
સાહે – સહાય, મદદગાર
સાંક્ષ્ય – સાંખ્ય, સાંખ્યશાસ્ત્ર
સાંક્ષ્યજોગ – સાંખ્યયોગ, જ્ઞાનયોગ, વિવેકજ્ઞાન
સાંત – અંતવાળું, વિરમી ગયેલું
સીઝે – સિદ્ધ થાય
સીર – સેર
સુચંગ – સારો, સરસ, સુંદર
સુધો – સુધી
સુભાવ/સુભાવ્ય – સ્વભાવ
સુરતિ (૧) વૃત્તિ, (૨) લગની, વૃત્તિ (૩) સુરતક્રીડા, કામક્રીડા
સુરત્ય/સુર્ત્ય – વૃત્તિ
સુષોપતી – સુષુપ્તિ, નિદ્રાવસ્થા
સુંડાડંડ – સૂંઢ
સૂધી – સીધી
સૂધું – ચોખ્ખું, સીધું, સ્પષ્ટ
સૂર્જ્ય – સૂરજ
સૂંન – શૂન્ય
સ્થિર – સ્થાવર
સેર્ય – સરવાણી
સેહેજ – સહજ, સહજપણે, મૂળભૂત રીતે
સોચ – વિચાર
સોભાગ્ય – સૌભાગ્ય, શોભા
સ્થૂલપણું – મોટાપણું, પ્રૌઢત્વ
સ્નેહ – તેલ
સ્ફુર્ણ/સ્ફુરણ – જ્ઞાન, ભાન, ખ્યાલ, પ્રગટીકરણ
સ્યાથો – શામાંથી
સ્વાતબુંદ – સ્વાતિબિંદુ
સ્વે – સ્વયમ્‌, પોતે
હઠ્ય – હઠે, બળપૂર્વક
હડી – અડી, મુશ્કેલી
હદ ચૂકી – સીમા–ભેદરેખા લુપ્ત થઈ
હરિ રાજાન – હરિ (બ્રહ્મ) રૂપી રાજા
હરીહરી – લીલીછમ
હલાહલ – હળાહળ વિષ
હવી – થઈ
હવો – થયો
હસ્તામલકર્ત્ય – હસ્તામલક્રવત્‌,
હારદ – હાર્દ, મમ, તાત્પર્ય
હાર્ય – પ્રાપ્તવ્ય
હિરણ્યગર્ભ જુઓ પારિભાષિક કોશ
હીંડતો આખડે – ચાલતાં પડી જાય, ગતિ ન કરી શકે
હુતું – હોતાં
હુસ/હૂંસ – અહંભાવ, હુંપણું
હેજ – હેત, (અહીં) બ્રહ્મ સાથેનો સંબંધ, રાગ, આસક્તિ
હેઠો આવું – છોડું