સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મણિશંકર ભટ્ટ – ‘કાન્ત’

Revision as of 10:39, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મણિશંકર ભટ્ટ – ‘કાન્ત’

[‘મારી કિસ્તી ‘સ્વ. કાન્તની પ્રસિદ્ધ થયેલ કવિતાઓમાંથી સૌથી પહેલી પ્રસિદ્ધ થઈ હતી. કિસ્તી એટલે હોડી. સંસારને સમુદ્ર કલ્પી પોતાની જાતને તેમાં તરતી હોડી માનવાની કલ્પના જૂની છે. એ જૂની કલ્પનાનો આશરો લઈ કવિ કહે છે કે, ‘સંસારરૂપી સમુદ્ર ઘણો સખત છે, એમાં તો નસીબ હોય તો જ ઊગરી જવાય, તો આવા તોફાનમાં મારી કિસ્તીની શી દશા થશે? ‘ધ્રુવપદે આવતું ચરણ ‘ઝુકાવી છે મેં કિસ્તી ‘વારંવાર આવવાથી કાવ્યના ભાવને વધુ પુષ્ટ કરે છે, અને એ દૃષ્ટિએ આ ધ્રુવપદની પસંદગી કરવામાં કવિએ ખૂબ વિવેક વાપર્યો છે એમ સહેજે આપણા ધ્યાન ઉપર આવે છે. ૯. અન્ય દશા જોઈ રડત—આ પંક્તિમાં અન્યને દશાના વિશેષણના અર્થમાં નથી લેવાનું, પણ કોઈ બીજી વ્યક્તિના અર્થમાં લેવાનું છે. મારી જગાએ કોઈ બીજું હોત તો આ તોફાની દશા જોઈ ડરી જાત અને ધીમે ધીમે અને સંભાળથી ગતિ કરત. ૧૫. સફરનો હતો......થયાં વરસ—સફરનો ચરસ — શોખ હતો છતાં આટલાં બધાં વરસ ઝુકાવ્યા વિના કેમ બેસી રહ્યો!]