સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રામમઢી
Revision as of 12:35, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. રામમઢી}} {{Block center|<poem>રામમઢી રે મારી રામમઢી; {{gap|3em}}ગંગાને કાંઠે રામમઢી, {{gap|3em}}જમનાને કાંઠે રામમઢી, {{gap|3em}}રે મારી રામમઢી. કોઈ સંતન આવે, મંગલ ગાવે, ૫ અલખધૂન રસરંગ લગાવે, {{gap|3em}}આવે કોઈ અબધૂ...")
૨. રામમઢી
રામમઢી રે મારી રામમઢી;
ગંગાને કાંઠે રામમઢી,
જમનાને કાંઠે રામમઢી,
રે મારી રામમઢી.
કોઈ સંતન આવે, મંગલ ગાવે, ૫
અલખધૂન રસરંગ લગાવે,
આવે કોઈ અબધૂત ચડી— રે મારી૰
રણઝણે મંજીરા, બજે તંબૂરા,
ગુંજે જગકુંજે સ્વર મધુરા,
દૂર દૂર એ પડઘી પડી— રે મારી૰ ૧૦
રસભર હૈયાંની ડોલે નૈયા,
પિયુ પિયુ બોલે પ્રાણબપૈયા,
ચેતનની વરસંત ઝડી— રે મારી૰
કાંઈ ગગનમંડલે નયના ઝંખે,
પરમ તેજ પલકંતાં તલખે,૧૫
અલખ મંદરિયે નજરો અડી,
રે મારી રામમઢી.
તરવેણી તીરે રામમઢી.
રે મારી રામમઢી.
[‘ગંગોત્રી’માંથી]
સ્વાધ્યાય
૧. ડોશી દાણા કાઢવા ક્યાં પેઠાં?
૨. કેટલા દાણા ડોશીને મળ્યા?
૩. તે દાણાનું શું કર્યું?
૪. દાણામાં ભાગ પડાવવા કોણ કોણ આવ્યું?
૫. ડોશીને સગાંસમ્બન્ધીમાં કોણ હતું?
૬. રામા રાવળના ટીપૂડાને ડોશીના દેવ જેવો કેમ વર્ણવ્યો છે?
૭. છેલ્લા ઢેબરાની શી દશા થઈ?
૮. ડોશીએ શું ‘વીલ’(વસિયતનામું) કર્યું?
૯. ‘દળણાના દાણા’ કાવ્યની તમારા મન પર થયેલી અસર ટૂંકમાં વર્ણવો.
૧૦. ‘રામમઢી’ ભજનમાં આવતાં અનુસ્વારો ધ્યાનમાં રાખી એ ભજન સુરીલે કંઠે ગાઓ, અને ગાતાં ગાતાં એ અનુસ્વારોની ભજનના સંગીત ઉપર કેવી અસર થઈ છે તે નોંધો.
૧૧. ‘રામમઢી’માં વપરાયેલા પ્રાસનો અભ્યાસ કરો. એ પ્રાસની આ કાવ્યના ભાવ ઉપર કેવી અસર થઈ છે?
૧૨. રામમઢી ક્યાં આવી છે? તેમાં કોણ કોણ આવે છે? ત્યાં શી શી પ્રવૃત્તિઓ થાય છે?
૧૩. આવાં બીજાં કોઈ ભજન તમે જાણતા હો તો જણાવો.