સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બીજું બોલ મા!

Revision as of 17:25, 30 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. બીજું બોલ મા!

મીરાંબાઈ

બોલ મા, બોલ મા, બોલ મા રે,
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા! ટેક
સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ઘોળ મા રે. રાધા૦
ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે, રાધા૦
હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે. રાધા૦
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, શરીર આપ્યું સમતલમાં રે. રાધા૦