સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મણિશંકર રત્નજી ભટ્ટ - ‘કાન્ત’
મણિશંકર રત્નજી ભટ્ટ - ‘કાન્ત’
[પાંચ પાંડવોમાં સહદેવ ત્રિકાળજ્ઞાની હતો. થનાર ભાવિને તે સ્પષ્ટપણે જોઈ શકતો; પણ તેને એક શાપ હતો. પોતે જે કંઈ જોઈ શકતો તે વગર પૂછયે કોઈને પણ કહેવાની તેને મના હતી. આ સંજોગોમાં જ્યારે પોતાના કોઈ સ્વજન ઉપર આપત્તિ ઝઝૂમી રહી હોય, તે આપત્તિને ટાળવાનો ઉપાય પણ સહેલો અને હાથમાં જ હોય, ત્યારે કોઈને ન એ આપત્તિની વાત કરી શકાય, ન કોઈને ચેતાવી શકાય, ન ભાજન - પાત્ર. ]