સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મણિશંકર રત્નજી ભટ્ટ - ‘કાન્ત’

From Ekatra Foundation
Revision as of 01:55, 2 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મણિશંકર રત્નજી ભટ્ટ - ‘કાન્ત’

[પાંચ પાંડવોમાં સહદેવ ત્રિકાળજ્ઞાની હતો. થનાર ભાવિને તે સ્પષ્ટપણે જોઈ શકતો; પણ તેને એક શાપ હતો. પોતે જે કંઈ જોઈ શકતો તે વગર પૂછયે કોઈને પણ કહેવાની તેને મના હતી. આ સંજોગોમાં જ્યારે પોતાના કોઈ સ્વજન ઉપર આપત્તિ ઝઝૂમી રહી હોય, તે આપત્તિને ટાળવાનો ઉપાય પણ સહેલો અને હાથમાં જ હોય, ત્યારે કોઈને ન એ આપત્તિની વાત કરી શકાય, ન કોઈને ચેતાવી શકાય, ન તે સામે કંઈ ઉપાય યોજી શકાય. એ સ્થિતિ કેટલી બધી દયાજનક છે! એનો તો વિચાર કરતાં પણ ત્રાસ છૂટે. સહદેવનું આ જ્ઞાન–આ અતિજ્ઞાન તેને માટે કેવું શાપરૂપ હતું એ મહાભારતમાંથી એક પ્રસંગ લઈ સ્વ. કાન્તે આ કાવ્યમાં બહુ સુન્દર રીતે ચીતર્યું છે. આ આપણું એક ઘણું જાણીતું કાવ્ય છે. ‘રજની મહીં સખિ, ઘણીક વેળા’ પંક્તિથી શરૂ થતી ચાર લીટી કાન્તની કવિત્વ-શક્તિના સારા નમૂના જેવી છે. સહદેવની એ ઉક્તિમાં કેટલી ઊંડી વેદના કવિએ ડાલવી છે એ જોવા એ આખી ઉક્તિનું ગુંજન કરવું જોઈએ. ૧.ઉદ્ગ્રીવ —ઊંચે. ૧૬. ભાજન - પાત્ર. ]