નયન હ. દેસાઈની કાવ્યસંપદા/આ શ્રેણી વિશે

From Ekatra Foundation
Revision as of 02:12, 6 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{Heading|આ શ્રેણી વિશે}} {{Poem2Open}} નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આ શ્રેણી વિશે

નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ રહી છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા કવિતાના વિવિધ તબક્કાઓની કવિતા ડિજિટલ માધ્યમ દ્વારા ભાવકોને સુલભ કરાવવાનું કાર્ય ત્રણ-ચાર રીતિમાં ચાલે છે.

આ પ્રકલ્પ અનુઆધુનિક (૧૯૮૦થી ૨૦૧૫) ગુજરાતી કવિતાના કેટલાક મહત્ત્વના કવિઓની પ્રતિનિધિરૂપ રચનાઓને આસ્વાદાત્મક સમીક્ષા લેખ સાથે, કવિ પ્રમાણે અલગ અલગ મૂકવાનો ઉપક્રમ છે.