નયન હ. દેસાઈની કાવ્યસંપદા/આ શ્રેણી વિશે
Revision as of 02:14, 6 April 2026 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page નયન હ. દેસાઈની કાવ્યસંપદા/સંપાદન વિષે to નયન હ. દેસાઈની કાવ્યસંપદા/આ શ્રેણી વિશે without leaving a redirect)
આ શ્રેણી વિશે
નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ રહી છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા કવિતાના વિવિધ તબક્કાઓની કવિતા ડિજિટલ માધ્યમ દ્વારા ભાવકોને સુલભ કરાવવાનું કાર્ય ત્રણ-ચાર રીતિમાં ચાલે છે.
આ પ્રકલ્પ અનુઆધુનિક (૧૯૮૦થી ૨૦૧૫) ગુજરાતી કવિતાના કેટલાક મહત્ત્વના કવિઓની પ્રતિનિધિરૂપ રચનાઓને આસ્વાદાત્મક સમીક્ષા લેખ સાથે, કવિ પ્રમાણે અલગ અલગ મૂકવાનો ઉપક્રમ છે.