સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જ્યોતીન્દ્ર દવે

From Ekatra Foundation
Revision as of 15:36, 6 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જ્યોતીન્દ્ર દવે

[આ હાસ્યરસિક લેખમાં શ્રી. જ્યોતીન્દ્ર કરકસર કરવા જતાં કેટલું ખરચ થઈ જાય છે એ બહુ મર્માળી વાણીમાં વર્ણવે છે. શ્રી. જ્યોતીન્દ્ર નિરર્થક હસવાના આનંદ ખાતર જ હસતા હોય એમ લાગે છે, તે છતાં એમના હાસ્ય પછવાડે ઘણી વાર મોટો અર્થ સંતાયેલો હોય છે. માત્ર એ અર્થનો બોજે પોતાને કે આપણને એ લાગવા દેતા નથી. એ જ એમના હાસ્યની ખૂબી છે. તજજ્ઞ - નિષ્ણાત (તત્= તે, જ્ઞ = જાણનાર). લોકદીવાલો, લોકઓરડા, વગેરે સમાસો નાનાલાલ કવિની શૈલીના અનુકરણમાં યોજી તે શૈલીને ભોગે હાસ્ય કર્યું છે. લકઝરી-ટૅકસ- મોજશોખની વસ્તુ પર કરવેરા, દા. ત., દારૂ, સિગારેટ, મોટર ઉપરના વેરા. રેસ્ટોરાં – હોટેલ. મેલ કરવત - કાશી કરવત મુકાવવાથી - કરવત વડે શરીર વહેરાવવાથી આવતે ભવ જે થવું હોય તે થવાય છે એ ઉપરથી એક મોચી તેમ કરાવવા ગયો, પણ આવતે જન્મે શું થવું તે નક્કી કરતાં દરેક સ્થિતિમાં તેને ઊણપ જણાઈ અને ‘મોચીના મચી’ થવા જ એણે છેવટે માગણી કરી.]