સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વલ્લભ મેવાડો

From Ekatra Foundation
Revision as of 09:33, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વલ્લભ મેવાડો

[વલ્લભ મેવાડો માતાનો ભક્ત હતો. એના ગરબામાં આપણી ભાષાનું ઓજસ જોવા મળે છે. એમાં એક જાતનો વેગ અને પ્રભાવ છે, સાથે સાથે મધુરતા પણ છે. એનો ‘કળિકાળનો ગરબો’ જરૂર જોઈ જવા જેવો છે. આ ગરબો બહુચરનું વર્ણન કરે છે. એક માતૃભક્ત બાળક પોતાની માનું કેવા ઉમંગથી વર્ણન કરે તેનો આમાંથી ખ્યાલ આવે છે. વલ્લભનું વર્ણન ગુજરાતના તે સમયના પહેરવેશની વિવિધતા અને વૈભવ બતાવતું (જે અત્યારે બદલાતાં અને અસ્ત પામતાં તેમાંની કેટલીક વિગતો સમજવી પણ આપણને ભારે પડવાની), ક્યાંય સુરુચિનો ભંગ કર્યાં વગર ‘મરજાદ શું’ (પંક્તિ ૯૭) માતાની સુંદરતા અને ભવ્યતા આપણી આગળ પ્રત્યક્ષ કરાવતું એકધારું વહ્યું જાય છે. ‘અનુમાનમાં આવે તે’ કરીને હળવેથી એ ઉપમા આપીને ઊભો રહે છે. અને ‘લે હંબોડલા રે’ કરી આનંદની મસ્તીનું વાતાવરણ એ સહેજમાં સરજી દે છે.

૪. ક્ષુદ્ર ઘંટ - નાની ઘંટડીઓ. ગોફણા – અંબોડે લટકાવવાનું ઘરેણું. ૫. માંગ-સેંથો. મૂગતા – મુક્તા, મોતી. ૭. કુલી? ખેટલી - સેંથી. ૮. ચાક — અંબોડાનું એક ઘરેણું. ૯. સ્વરણ -સુવર્ણ. ૧૦. નીપના-બન્યા. ૧૨. જોતિ-જ્યોતિ. ૧૩. સિક્કાની પેઠે. ૧૫ તાટંક ? ૨૮. ખંજન - એક પક્ષી, જેના લંબ આકાર જોડે આંખની સરખામણી થાય છે. ૩૨. વેસર - નથ, વાળી-તેમાં ચાર ગ્રહ (ગુરુ, મંગળ, શુક્ર અને શનિ)ના હીરા જડેલા હતા. ૪૦. ચિબુક - હડપચી. ૪૩ ચીનમાળા -કોટનું એક ઘરેણું, તુશી પણ. ૪૭. પોશી ? ૪૯. હમેલ-પટા પરની તખ્તી. ૫૭. બાજુબંધ બેરખા - સ્ત્રીઓનાં કોણી પરનાં ઘરેણાં. ૫૮. બાદલા ? ૫૯. (તેમ જ ૯૮) પાણ-હાથે. ૬૦, અરુણ -લાલ. મતંગ -હાથી. ૬૧. લંકણી — મરોડદાર ઘરેણું? ૬૪. છલો – ઘૂઘરીવાળી વીંટી. ૬૬. કમળના કોશ (કળી) જેવા કુચ (સ્તન)ની અગ્રે (આગળ). કમળ આગળ મરાળ (હંસ) તેમ કુચ આગળ આખું ઉર. ૬૯. લાહ્ય – એક જાતનું રેશમી કપડું. ૭૧. લ્હેકણી – કમર. ૭૩. ત્રિવળી - ત્રણ રેખા. ૮૧. જાવક - લાલ રંગ. ૮૨. જેવર - દાગીના લંઘર—સ્ત્રીઓનું પગનું એક ઘરેણું ૮૮. પાનપાત્ર - પીવાનું વાસણ. ૧૦૨. ચાચર -મંડપ બહારનો ચોક.]