સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અરદેશર ફરામજી ખબરદાર

From Ekatra Foundation
Revision as of 02:26, 15 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અરદેશર ફરામજી ખબરદાર

[ધસમસતા પ્રવાહની જેમ વહી જતું આ કાવ્ય ગુજરાતીઓના વીરત્વની ગૌરવગાથા ઉચ્ચારે છે. પાંચાલી-દ્રૌપદીનાં ચીર કોઈ દુ:શાસન ખેંચી રહ્યો હોય એવી સ્થિતિ પ્રવર્તતી હોય ત્યારે કૃષ્ણ જેવો આજની દુનિયામાં ચીર પૂરવા દોડી જનાર કોઈ વીર નીકળશે ખરો? કવિ કહે છે, ‘કેમ નહિ! એ તો છે ગુર્જર વીર!’ ગુર્જર વીર!’ દુનિયા પણ આતુર નજરે જોઈ રહે છે અને શોચે છે, ‘જોઈએ છીએ હવે કોણ જાય છે!’ - પણ તેને એમ શોચતી રાખે તો એને ગુર્જરવીર કોણ કહે? એ તો ‘નવરસભર નવજીવન’ લાવવા તરત જ કમ્મર કસી ઝઝૂમે છે. અને એણે શું શું કર્યું. એ પણ કવિ બીજી પંક્તિઓમાં બતાવે છે. ભાવનાવહનને અનુરૂપ છંદ કવિએ યોજ્યો છે. અને પરિણામે એનો પ્રવાહ અતિ વેગભર્યો અને પ્રાણવાન બન્યો છે.]