સાહિત્ય પલ્લવ – ભાગ ૩/રસિકલાલ છોટાલાલ પરીખ
[‘દેવહુમા’ (Phoenix ફિનિકસ) નામનું પક્ષી અરબસ્તાન તરફ થાય છે એમ કહેવાય છે. તે જ્યારે મરી જાય ત્યારે ફરી પાછું પોતાની રાખમાંથી જન્મ પામે છે. આમ એનું મૃત્યુ એ પુનર્જીવન પામવાનું પર્વ બની રહે છે. કવિએ નીચેની ઓજસ્વતી અને દૃઢતાભરી પંક્તિઓમાં, નિરાશા નિચોવીને પરમ આશા માણસ કેમ પામી શકે તેનો સંદેશો એક પંખીના ઉદ્ગારો દ્વારા, અંકિત કર્યો છે. ૨. વાદળ વિષે ‘સાહિત્યપલ્લવ’ના બીજા ભાગમાં ગીતો આપ્યાં છે. આ ગીત વર્ષાઋતુ વિષે છે. એ વર્ષાની વાત કેવી છે? એનો ઉત્તર એક પછી એક ઉઠાવદાર ચિત્રો રજૂ કરીને આપ્યો છે. મઘમઘ થતી કેતકીની સૂઈનું ચિત્ર કેટલું મનોવેધક છે!..... વર્ષાની વાત ખરેખર બીજી ઋતુઓ કરતાં જુદી જ છે. એણે કેટકેટલા મનોરમ ફેરફારો સહજમાં કરી દીધા! સૌથી હૃદયમાં વસી જાય એવી વસ્તુ તો ‘કોઈ મીરાંએ ઘનશ્યામ ગાયા’ એ આ ગીતની પરાકાષ્ઠાની પંક્તિમાં આલેખાઈ છે. મીરાંએ તો ઘનશ્યામ ગાતાં ગાયા, પણ કવિએ પોતે મીરાં અને ઘનશ્યામ વિષે વર્ષાને બહાને કેવું ગાઈ દીધું! ૭. દોહદ – ગર્ભાવસ્થામાં સ્ત્રીને ઇચ્છા થાય તે.]