ગુજરાતી નારીસંપદા : કવિતા/જીવનભર ઝબકાવી

Revision as of 03:04, 21 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જીવનભર ઝબકાવી

એની સરૈયા

તારી પ્રીતડી એવી તે કેવી
કે પલમાં પમરાવી
મને લીધી રે લલચાવી!

તારી આંખડી એવી તે કેવી
કે પલમાં પલકાવી
મને છોળે રે છલકાવી!

તારી રીતડી એવી તે કેવી
કે પલમાં ભરમાવી
મને સોણે રે શરમાવી!

તારી વાતડી એવી તે કેવી
કે પલમાં સમજાવી
મને શ્યામા રે સરજાવી!

તારી રાતડી એવી તે કેવી
કે પલમાં મલકાવી
મને જીવનભર ઝબકાવી!

***