ગુજરાતી નારીસંપદા : કવિતા/સપનાનો રંગ

From Ekatra Foundation
Revision as of 03:31, 21 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સપનાનો રંગ

ચન્દા રાવળ ‘જ્યોત’

મને સપનાનો રંગ ગયો લાગી!
એક નવલો આલાપ ગયો જાગી!

આગિયાની પાંખ ચડી અજવાળાં ઊડતાં
રજનીગંધાની ડાળ ખીલે;
રિમઝિમ પરાગમાં સૂરો શું નીતરે!
લયનો હિલ્લોલ રાત ઝીલે!
મને ગીતિનો છંદ ગયો લાગી!
એક નવલો આલાપ ગયો જાગી!

જમુનાની છોળ સંગ ઊછળતી લાગણી
પ્રીતિની ઊગતી સગાઈ;
સીકરથી ઝૂલતાં મોતીને ઝૂમખે
રાધાની અલકો ગૂંથાઈ.
મને કલ્પનનો સ્પંદ ગયો લાગી!
એક નવલો આલાપ ગયો જાગી!

***