ગુજરાતી નારીસંપદા : કવિતા/શેતરંજી
શેતરંજી
કાલિન્દી પરીખ
⯐
એને પત્ની નહોતી જોઈતી
એને તો એક શેતરંજી જોઈતી હતી
જેના પર એ ચાલી શકે
જેથી એને તીણા, અણિયાળા પથ્થરો
ન વાગે.
સહેજ અમથો કાંટો પણ ન વાગે.
અને હા એના પગને રજ સુદ્ધા ન સ્પર્શે.
એની ઈચ્છા મુજબ હું પલટાઈ જઉં
એવી એક જાદુઈ શેતરંજીમાં
જેથી એ ઈચ્છે ત્યારે એને
મનગમતા ભોજન મળે
એનું દિલ બહેલાવવા મનગમતું
પીણું ધરી,
એક સુંદરીના રૂપમાં ખડી રહું.
અને એના મિત્રોની મિજબાની માટે
શકાય અડધી રાત્રે.
હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં
પણ બદલાઈ જઉં.
કાળક્રમે જાણ થતાં એ બદલી
પણ શકે.
***