ગુજરાતી નારીસંપદા : કવિતા/મા - ૨

Revision as of 01:01, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મા

હિના મોદી

મા! એક કામ કાર તું,
રહેવા દે મને જણવાનું તું.
ભયનાં ઓથે જીવનારી તું,
શું શીખવીશ મને તું?
માપનું બોલવાનું, માપનું હસવાનું;
માપનું શ્વસવાનું ને ખોબેખોબા રડવાનું!
મા! એક કામ કર તું,
રહેવા દે મને જણવાનું તું,
જન્મ લઈને પણ હું શું કરીશ?
થરથર ધ્રુજતી ડાળીની જેમ કંપીશ!
બહુ બહુ તો એક ‘નામર્દ’ ને જણીશ.
મા! એક કામ કર તું,
રહેવા દે મને જણવાનું તું.

***