ગુજરાતી નારીસંપદા : કવિતા/જાત સાચવી

From Ekatra Foundation
Revision as of 01:33, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જાત સાચવી

ભાવના સોનૈયા ‘પ્રિયજન’


આખે આખ્ખી રાત સાચવી,
જાગી ગઈ એ જાત સાચવી.

આગળ-પાછળથી અજાણ હું,
આ પળની સોગાત સાચવી.

સ્થાયી તારું સ્મિત રાખવા,
બેઠી ઝંઝાવાત સાચવી.

ભારેખમ સંવાદ ભૂલી ને,
ફૂલો જેવી વાત સાચવી.

કોઈ માને? કોરી આંખમાં,
બેઠી દરિયા સાત સાચવી!

***