ગુજરાતી નારીસંપદા : કવિતા/ખળભળતો સાગર

Revision as of 01:40, 23 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ખળભળતો સાગર

આરતી શેઠ

મારું મન એક અશાંત મહાસાગર
મારું મન એક અશાંત મહાસાગર
ઉલેચતાં ઉલેચતાં નીર માંહેથી
મારી ધીરજની ફૂટી ગઈ ગાગર

સપાટીને એની ખળભળતી રાખવા
વીણી વીણી ફેંકાયા એમાં કાંકર
વેલીને ઉખેડી મુકાઈ ને સૂકા રણમાં સાથે
મૃગજળ દેખાડી કહ્યું : “પાંગર”

ઉછીની લીધી એણે કોકની આશાઓ
ખુદની આકાંક્ષાઓ મૂકી જાંગડ
સપના દેખાડ્યા એને નિતનવા
પછી હાથે પગે પહેરાવી સાંકળ

ઊંધી દેખાડી એને એની જ છબી
એની વૃત્તિઓને લગાડી લાંછન

***