ગુજરાતી નારીસંપદા : કવિતા/ગઝલ - ૩
Jump to navigation
Jump to search
ગઝલ
મેગી આસનાની
⯐
એ આંખોના સળ છે, ઉદાસીનું કારણ,
મિલનની જ પળ છે, ઉદાસીનું કારણ.
નથી વાત કંઈ, પણ સ્વભાવે છું નાજુક,
ખરેખર તો છળ છે, ઉદાસીનું કારણ.
ભ્રમર આપવીતી કહે છે સુણીલો,
ખરેખર કમળ છે, ઉદાસીનું કારણ.
ભલે લાગતું કે હશે એ નજીવું,
પરંતુ પ્રબળ છે, ઉદાસીનું કારણ.
થયો જ્યાંથી ઉદ્ભવ ખુશીની ક્ષણોનો,
હવે એ જ સ્થળ છે, ઉદાસીનું કારણ.
***