ગુજરાતી નારીસંપદા : કવિતા/શર્ટનું બટન

From Ekatra Foundation
Revision as of 03:08, 23 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શર્ટનું બટન

હીરલ વ્યાસ ‘વાસંતી ફૂલ’

આજે
તારા શર્ટનુ બટન ટાંકતા-ટાંકતા
મારો ભૂતકાળ ઉકેલ્યો
એમાંથી
મળ્યું
થોડું રફુ થયેલું ભૂરું સ્કર્ટ,
મારી શાળા,
શાળામાં ન કરેલાં
તોફાનોનો અફસોસ,
ને ફરી સાધુ વર્તમાન સાથે
તો
તારા પપ્પાનાં શર્ટનું
એક પણ બટન
આટલા વર્ષોમાં તૂટ્યું નથી.

***