કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૬. પંખી
Revision as of 09:53, 28 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. પંખી| ચંદ્રકાન્ત શેઠ}} <poem> પંખી કો’ આંધળું, ભીતરે વર્ષ કૈં...")
૬. પંખી
ચંદ્રકાન્ત શેઠ
પંખી કો’ આંધળું,
ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું,
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે;
પાંગળી પાંખથી સ્હેજ ઊડી–પડી
તણખલે ગગન બાંધ્યા કરે છે.
(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૧)