કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨૭. નભ ખોલીને જોયું...
Revision as of 11:36, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. નભ ખોલીને જોયું...| ચંદ્રકાન્ત શેઠ}} <poem> નભ ખોલીને જોયું, પ...")
૨૭. નભ ખોલીને જોયું...
ચંદ્રકાન્ત શેઠ
નભ ખોલીને જોયું, પંખી નથી નથી,
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –
સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં,
આ કેવો ચમકાર??
કશુંયે ચમકે નહીં?
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –
લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?
મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! – દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! – હું જ ત્યાં નથી નથી!
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૫)