કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨૯. તારું મધમીઠેરું મુખ
Revision as of 11:42, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯. તારું મધમીઠેરું મુખ| ચંદ્રકાન્ત શેઠ}} <poem> તારું મધમીઠેર...")
૨૯. તારું મધમીઠેરું મુખ
ચંદ્રકાન્ત શેઠ
તારું મધમીઠેરું મુખ,
અમારું એ તો અઢળક સુખ! –
પથરાળી આ ધરા ભલે ને ભલે વળી ઉજ્જડતા,
કેરથોરની કાંટે આડી ભલે રચી અક્કડતા;
તારાથી શો મધરો ચાંદો,
મધુર ડંખનાં દુઃખ!
ભલે પાંખમાં આભ નથી ને નથી ગળામાં ગુંજ,
અરે, સૂરજનાં સ્વપ્નવિહોણાં મ્લાન પુષ્પના પુંજ;
તારે મુખ શી લચી ખિલાવટ!
વસંત અહીં સન્મુખ! —
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૦)