કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૨. કોના માટે?
Revision as of 11:51, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. કોના માટે?| ચંદ્રકાન્ત શેઠ}} <poem> અંદર ઊતરું કોના માટે? કોન...")
૩૨. કોના માટે?
ચંદ્રકાન્ત શેઠ
અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? –
કોના માટે શ્વાસે શ્વાસે
કૂવો ઉલેચી કુંભ ભરું?
કોના માટે મારી અંદર
એક ઉછેરું તેજ-તરુ?
કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? –
કોના માટે યમુના આવી
આ માટીને પાય અમી!
કદંબડાળી કોના માટે
અંદર આવી રહે નમી?
કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૮)