કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૫. જલને જાણે…
Revision as of 12:00, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. જલને જાણે…| ચંદ્રકાન્ત શેઠ}} <poem> ::: જલને જાણે ફૂલ ફૂટિયાં, :...")
૩૫. જલને જાણે…
ચંદ્રકાન્ત શેઠ
જલને જાણે ફૂલ ફૂટિયાં,
જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
એનો ઊઘડ્યો અઢળક વાન. –
જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટ્યો,
જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
આંખ માણતું સમણું. –
જલ તો મીઠા તડકે નાહ્યું,
કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
હસતું દડબડ દોડ્યું! –
ટપ ટપ ટીપાં ટપકે,
જલની આંખો સાથે ઝબકે,
કરતલમાં જ્યાં ઝીલો,
મોતી મનમાં સીધાં સરકે. –
ભીતર બેઠા રાજહંસને પરશે જ્યાં એ મોતી;
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ ર્હેતા ગોતી.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૧)