કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૯. કેમ ઊગરશે?
Revision as of 12:11, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. કેમ ઊગરશે?| ચંદ્રકાન્ત શેઠ}} <poem> જળને માને જાળ, માછલી કેમ ઊ...")
૩૯. કેમ ઊગરશે?
ચંદ્રકાન્ત શેઠ
જળને માને જાળ, માછલી કેમ ઊગરશે?
તરવું જેને તાણ, પાર તે કેમ ઊતરશે? –
જળના ઝીણે તેજ ન જેનાં લોચન ઝબકે,
જળને ઝીણે ગાન ન જેનું હૈયું ધબકે,
કાંઠા ભણી સુકાન,
માછલી તે શું કરશે? –
જળનાં ભર્યાં ઊંડાણ નહીં આકર્ષે જેને,
મોતી-રસ્યા ઉઘાડ, નથી ત્યાં વસવાં જેને,
વમળે જે વમળાય,
માછલી ક્યાં તે ઠરશે? –
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય..., ૨૦૦૪, પૃ. ૩૦)