સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/તંત્રી માટે જરૂરી પરંપરા
Jump to navigation
Jump to search
‘ફૂલછાબ’ની સંપાદકીય દૃષ્ટિને હંમેશાં સાવ સ્વતંત્ર રાખવાને માટે હું મારી આંહીંની મર્યાદાઓ વચ્ચે પણ સતત મથ્યો છું. હજુ વધુ સ્વતંત્રતા ને તટસ્સ્થતાની ઉપાસનાને અવકાશ છે, પણ [બ્રિટિશ વાઇસરોય] લિનલિથગો સાહેબ પોતાને માટે કહે છે તેમ હું પણ કહું કે I am a constitutional editor [હું બંધારણીય તંત્રી છું]! એ સ્થિતિની મેં tradition [પરંપરા] પાડી છે. એવી પરંપરા તંત્રીઓ માટે જરૂરની છે, કેમ કે નહીં તો તંત્રીઓને બદલે નાનકડા ઝવેરચંદો જ વ્યક્ત થવા લાગે. [કપિલ પ. ઠક્કર પર પત્ર : ૧૯૪૦]