કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૨. એક સવારે

From Ekatra Wiki
Revision as of 09:00, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. એક સવારે| સુન્દરમ્}} <poem> ::એક સવારે આવી મુજને કોણ ગયું ઝબક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨. એક સવારે

સુન્દરમ્

એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?

વસંતની ફૂલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પગારની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજનેo

કિરણ તણી કોમળ અંગુલિએ
મુજ ચેતન ઝંકારી,
તેજ તરંગે રમાડતું મને
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઠમકારી? મુજનેo

(વસુધા, ૧૯૬૪ પૃ. ૫)