કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૮. મળ્યાં

From Ekatra Wiki
Revision as of 10:54, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. મળ્યાં| સુન્દરમ્}} <poem> મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૮. મળ્યાં

સુન્દરમ્

મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી.
મહાજનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.

ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં, અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદીસીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.

એપ્રિલ, ૧૯૩૯

(યાત્રા, પૃ. ૨૩)