કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૭. ઉદ્વેગ

From Ekatra Wiki
Revision as of 08:23, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૭. ઉદ્વેગ

નલિન રાવળ

પશ્ચિમે
પશ્ચિમે દૂર


ધૃતરાષ્ટ્રની આંખો સમો અંધાર
ડગલું માંડતાં અથડાય છે,
પશ્ચિમે
દૂર ખૂણામાં
રગડતો સૂર્ય ઊના લોહીનો ગોળો
ધીરે કાળો પડી ઠીંગરાય છે.
હું ફરું
કો વૃદ્ધ રખડુ છેક ખોડા ગીધના જેવો
ગળામાં બોબડા બબડાટને ઘેરો વગાડી
આ અહીં ઠરડાયલી બેડોળ કાળી પૂતના જેવી પડી નગરી મહીં
હું ઊડું
(સુક્કી હવાનો એક ધક્કો પાંખને અડતાં)
ઊંચે
(આ વ્હાલસોયી પૂતનાથી દૂર)
ત્યાં કોઈ મરેલી ગાયના જેવી ફીકી ધોળાશથી ઊભરઈ જતા
આકાશમાં.
(અવકાશપંખી, પૃ. ૧૨)