કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૩. વાર વાર

Revision as of 08:42, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. વાર વાર|નલિન રાવળ}} <poem> વાર વાર સંધ્યાકાશે પલકે બે કોની ઋ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૩. વાર વાર

નલિન રાવળ

વાર વાર
સંધ્યાકાશે પલકે બે કોની ઋજુ પાંપણનો પલકાર?
વાર વાર
કોના તારે જાગી ઊઠે સ્મરણના ધબકાર?
વાર વાર
વહી રહ્યા વાયુ મહીં કોનો મૃદુ સ્પર્શ લહું પારાવાર?
વાર વાર
ખીલી રહ્યા કમલના ફૂલ મહીં
કોના મધુમુખનો તે આવી રહ્યો અણસાર?
વાર વાર
કોના તે આ પદધ્વનિ મહીં ધીરે સુણી રહું
લયાન્વિત કવિતાનો ભણકાર?
વાર વાર?
(અવકાશપંખી, પૃ. ૨૨)