કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૫. બે’ની જાગ

Revision as of 11:55, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. બે’ની જાગ|નલિન રાવળ}} <poem> ::::::::::::::::રાનમાં પોઢેલ પેલા ચાંદા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૫. બે’ની જાગ

નલિન રાવળ

રાનમાં પોઢેલ પેલા ચાંદાને ચૂમી
ઘમઘમતી રાત સરી
રણઝણતા રૂપેરી શમણાની સાથ
લીલેરા ઘાસ સાથે ઝૂલંતી ઝાકળની ભાત
અહીં ખેલંતા મોરલાની ગ્હેકમાં ફેલાતું આભ
બે’ની જાગ
તારાં રૂપાળાં પોપચાં ઉઘાડ;
તારે પાંપણ પથરાઈ સોનલ કિરણોની ઝાંય
તને જોઈ જોઈ જોઈ હરખાય
હળુ વ્હેતા સમીરમાં પીળું પતંગિયું ગાય
બે’ની જાગ
તારી મીઠેરી આંખોમાં મઘમઘતી ઊઘડે સવાર.
(અવકાશપંખી, પૃ. ૧૭૪)