કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૮. એકલ
Revision as of 07:04, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. એકલ| નલિન રાવળ}} <poem> નદીતીરે એકલ ગેહ છાનું નાનું જ નાનું બ...")
૧૮. એકલ
નલિન રાવળ
નદીતીરે એકલ ગેહ
છાનું
નાનું જ નાનું
બસ આંસુ જેટલું.
જંપી ગયું ગામ — શું કોડિયું
બૂઝ્યું.
નદીતીરે એકલ ગેહ
વૃદ્ધ
રહી સૂતી એકલ નારી જાગતી
ને બિલ્લીબચ્ચું
ત્યાં દ્વાર પાસે રડતું
પ્રવેશવા.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૪)