મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૧)

From Ekatra Wiki
Revision as of 10:34, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૧) |રમણ સોની}} <poem> પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૫૧)

રમણ સોની

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે;
પાસે બંધાવી પાંજરું, મુખે રામ જપાવે.
પઢો
પોપટ! તારે કારણે લીલા વાંસ વઢાવું;
તેનું ઘડાવું, પોપટ! પાંજરું, હીરા-રતને જડાવું.
પઢો
પોપટ! તારે કારણે શી શી રસોઈ રંધાવું?
સાકરનાં કરી ચૂરમાં, ઉપર ઘી પિરસાવું.
પઢો
પાંખ પીળી ને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો;
નરસૈંયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
પઢો