મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૨)

From Ekatra Wiki
Revision as of 11:14, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨)|રમણ સોની}} <poem> માતા લડાવે લાલને માતા લડાવે લાલને, મુખડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૨)

રમણ સોની

માતા લડાવે લાલને
માતા લડાવે લાલને, મુખડે કરે રે ચુંબન;
સુરને શોધ્યો તે નવ જડે, ધ્યાન ધરતા મહામુન્ય.

કૌશલ્યા કહે છે કેકૈ સુણો, પ્રગટ્યું પૂરવનું પુન્ય;
નાહ્યાં જઈને રે જાહ્નવી, કીધાં શિવપૂજન,

સાતે સાગર મીઠા થયા, ઊગ્યો પશ્ચિમ ભાણ;
વસુધા વાધી રે મોતીડે, ધન્ય અજોધ્યાને જાણ.

નેત્રસરોજ અંજાવતાં દોડી દૂર પ્રભુ જાય;
કાજળખરડી આંગળી જનની અતિ અકળાય.

આતા, આંખ અંજાવીએ, નૌતમ દુ:ખે નહિ નેણે;
આંખથી આદિત્ય ઉપન્યા, માનાં મિથ્યા છે વેણ.

પાયે ઉરાડે રેણુકા, માતા મન ધરે રીશ;
એ રજ શિવજી શોધે, સદા ચડાવે વિરંચી શીશ.

મહેલોમાંહે મસ્તી કરે, કુંવર દોડ્યા દોડ્ય;
હોડે ચડ્યા હારે નહિ, જોવા સરખી છે જોડ્ય.

ખાંતે ખોળામાં ખેલતાં, વળી વળી કરે પયપાન;
ભાલણપ્રભુ રઘુનાથજી, અંતર પડી ઓળખાણ.