મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૯)
Revision as of 11:32, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૯)|રમણ સોની}} <poem> પિયુજી મને મોકલો પિયુજી મને મોકલો, હું ત...")
પદ (૯)
રમણ સોની
પિયુજી મને મોકલો
પિયુજી મને મોકલો, હું તો ગોકુળ જાઉં રે;
પ્રાણજીવનનું મુખડું જોઈ, કાંઈ એક સુખણી થાઉં રે. પિયુજી ૧
અલવે મારી આંખડીએ, એકવાર નિહાળું રે;
વિરહ વ્યાપી રહ્યો છે મનને, તે વેદના ટાળું રે. પિયુજી ૨
છૂટાં છૂટાં પુન્ય કરી ત્યાં, જાવા ચિત્ત લાગે રે;
તમે રહેજો પાપી પાસે, થયો ભાવ નિપાગે રે. પિયુજી ૩
જેમ રહે છે રોહિણી, તેમ રહીશું એ પાસે રે;
રાત્ર દિવસ આનંદે રહેશું, મુખ જોવાની આશે રે. પિયુજી ૪
છાશ લેવાનું મિષ કરીને, અમે મંદિર તેને જાશું રે;
રમતો દેખી હૈડે ચાંપી, ક્ષણું એક સુખિયાં થાશું રે. પિયુજી ૫
કુંવર જો નહિ ઓલખે તો, સાંઈડું લઈશું ગાઢું રે,
ભાલણપ્રભુ રઘુનાથ જોઈ, હૈડું થાશે ટાઢું રે. પિયુજી ૬