મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૮)

From Ekatra Wiki
Revision as of 05:55, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૮)|રમણ સોની}} <poem> દવ તો લાગેલ દવ તો લાગેલ ડુંગરમેં, કહોને ઓ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૮)

રમણ સોની

દવ તો લાગેલ
દવ તો લાગેલ ડુંગરમેં, કહોને ઓધાજી! હવે કેમ કરીએ?
કેમ તે કરીએ, અમે કેમ કરીએ? દવ તો લાગેલ ડુંગરમેં.
હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ;
બેસી રહીએ તો અમે બળી મરીએ રે.
આ રે વરતીએ નથી ઠેકાણું રે વહાલા હે રી,
પર વરતીની પાંખે અમે ફરીએ રે.
સંસારસાગર મહાજળ ભરિયો વહાલા હે રી,
બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર હે રી,
ગુરુજી! તારો તો અમે તરીએ રે.