મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૦)
પદ (૨૦)
રમણ સોની
માછીડા રે હોડી હલકાર
માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું,
આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના, બીચમેં ખડો રે નંદલાલ.::: મન
સોના રે દઉંગી ને રૂપા રે દઉંગી, દઉંગી મોતનકી માળ.::: મન
તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ.::: મન
તારી રે હોડીએ ભાર ઘણો ર, ઉતારો પેલે પાર.::: મન
મન કરું મછવા ને તન કરું તછુવા, જીવ મૂકું રખેવાળ.::: મન
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ઉતારો ભવ પાર.::: મન