મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૬)

From Ekatra Wiki
Revision as of 07:14, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૬)|રમણ સોની}} <poem> કામ છે, કામ છે કામ છે, કામ છે, કામ છે , રે ઓ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૨૬)

રમણ સોની

કામ છે, કામ છે

કામ છે, કામ છે, કામ છે , રે ઓધા! નહિ રે આવું, મારે કામ છે.
શામળિયો ભીને વાન છે રે.          ઓધા

આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, વચમાં ગોકુળિયું ગામ છે રે.          ઓધા

સોનું રૂપું મારે કામ ન આવે, તુલસી તિલક પર ધ્યાન છે રે.          ઓધા

આગલી પરસાળે મારો સસરો પોઢે, પાછલી પરસાળે સુંદર શ્યામ છે રે.         ઓધા

મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમળમાં મારો વિશ્રામ છે રે.          ઓધા