મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૩

Revision as of 08:32, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩|રમણ સોની}} <poem> રાગ દેશાખ. વિશ્વામિત્રે તપ માંડીયો, લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૩

રમણ સોની

રાગ દેશાખ.
વિશ્વામિત્રે તપ માંડીયો, લક્ષ્મીને વશ આણવા;
રૂદન કરે લક્ષ્મી ઘણું, અરણ્યમાં રહી જાણવા.

ઢાળ
અરણ્યમાં સતિ એકલાં, રૂદન કરે છે અપાર;
હરિશ્ચંદ્ર રાજા સાંભળી, રોતીતે શ્રવણે નાર.
મૃગયાથી વનમાં ત્યાં ગયો, જ્યાં રડે લક્ષ્મીનાર;
રાજા તે લાગ્યો પૂછવા, રડતી રહેરે કુમાર.
કોણે તુજને દુ:ખ દીધું, કોણે દેખાડયા હાથ;
કોણ એવો વસે પૃથ્વી, તેને કરૂં ઉપઘાત.
વલણ
કોણે કર્યો ઉપઘાત તુજને, એમ રાજા લાગ્યો પૂછવા;
રાય વિશ્વામિત્રે તપ માંડ્યો, તે હું લક્ષ્મીને વશ આણવા.