મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૩૧
Revision as of 07:46, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩૧ | રમણ સોની}} <poem> પદ પાંચસે ચાલીસ પ્રમાંણ, બુધ માંને બ...")
કડવું ૩૧
રમણ સોની
પદ પાંચસે ચાલીસ પ્રમાંણ,
બુધ માંને બોલો નિરવાંણ;
સંવત સોલ સાત્રીસે સાર,
ચઈત્ર માસ ઉતમ ગરુવાર. ૧૩
કૃષ્ણપક્ષ ને તથ ત્રીઓદશી,
સુણી કથા માહારે મન વસી;
અણજાંણે કીધો અભ્યાસ,
બેહુ કર જોડી કેહે વિષ્ણુદાસ. ૧૪