મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૭

From Ekatra Wiki
Revision as of 08:37, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખંડ ૭| રમણ સોની}} <poem> ખંડ ૭: ઢાલ ૧ ::: [સીતાની મૂર્છા અને રાવણનો પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખંડ ૭

રમણ સોની

ખંડ ૭: ઢાલ ૧
[સીતાની મૂર્છા અને રાવણનો પશ્ચાત્તાપ]
‘સુણિ રાવણ’, સીતા ભણઈ, ‘મુક્ત ઉપરિતુ તાહરું સનેહ રે
થોડોઈ પણિ જો ધરઈ, જાણિ પરમારથ એહ રે          ૧૪ વિ૦

લખમણ રામ ભામંડલા, જા જીવિસ્યઈ તા સીમ રે
હુંપણિ જીવિસિ તાં લગી, એહવો જાણિજો નીમ રે’          ૧૫ વિ૦

ઈમ કહતી ધરણી ઢલી, એ એ મોહની કર્મ રે
મરણ સમાન સીતા થઈ, રાવણ જાણ્યો તે મર્મ રે          ૧૬ વિ૦

અવસર દેખનઈં ઈમ કહઈં, ‘હા હા મઈં કીધઉ અન્યાય રે
નિરમલ કુલ મઈ કલંકિયો, કુમતિ ઉપની મુક્ત કાઈ રે          ૧૭ વિ૦

અત્યન્ત રાગ મગન થકા, હા હા વિછોહ્યા સીતા રામ રે
ભાઈ વિભીષણ દૂહવ્યો, મઈ કીધો ભુણ્ડો કામ રે          ૧૮ વિ૦

જઉ હું સીતાનઈ પાછીસુપસ્યુ, તઉ લોક જાણિસ્યઈ આમ રે
દેખો લંકાપતિ વીહતઈં, એ કીધો અસમત્થ કામ રે          ૧૯ વિ૦

હિવ મુક્ત ઈમ જુગતો અછઈ, સંગ્રામ કરુ એક બાર રે
લખમણ-રામ મૂકી કરી, બીજાનો કરું સંહાર રે’          ૨૦ વિ૦

ઈમ મન મઈ અટકલ કરી, ઉઠ્યો સંગ્રામ નિમિત્ત રે
તિણિ સમઈં તિહા ઉપદ્રવ હુવા, ભૂકંપા દિગ્દાહ નિત્ત રે          ૨૧ વિ૦

આડઉ કાલઉ સાપ ઉતર્યો, ચાલતા પડ્યો સિર છત્ર રે
સેઠ સેનાપતિ મંત્રવી, વારીજતો યત્ર તત્ર રે          ૨૨ વિ૦

નગરી લંકા થકી નીસર્યો, સજિ સંગ્રામનો સાજ રે
બહુરુપિણિ ઈન્દ્રરથ સજ્યો, તિહાં બઈઠો જાણે સુરરાજ રે          ૨૩ વિ૦

આગઈ હજાર હાથી કીયા, પાંચ પૂરે હથિયાર રે
માથઈ મુગટ રતને જડ્યો, કાને કુંડલ અતિ સાર રે          ૨૪ વિ૦

ખંડ ૭ ઢાલ ૨
[લક્ષ્મણના ચક્રથી રાવણનો વધ]
રાવણ રોસ કરિ કહઈં જાણ્યો, તઈં તઉ ચક્ર તણો બલ આણ્યો          ૪૭

અમ બોલઈ તો રાવણ દીઠો, લખમણ જાણ્યો એ તો ધીઠો          ૪૮

લખમણ ચક્રરતન લે મુંકઈં, તે પણિ રાવણ થકી ન ચૂકઈ          ૪૯

ચક્ર રાવણ નઈ થયો એહવો, પર આસક્ત નારી જન જેહવો          ૫૦

તે તિણ કરિ ઝાલ્યો સુવિચારી, તેહિજ ફિરિ નઈ થયો ક્ષયકારી          ૫૧

રાવણ લખમણ ચક્ર પ્રહારઈં, તતખિણ ઠલિ પડ્યો ધરતી તિવારઈં          ૫૨

રાવણે પ્રબલ પવન કરિ ભાગો, રાવણ તાલ જ્યું દીસિવા લાગો          ૫૩

રાવણે કેતુ ગ્રહ ઉપરતી, કિંવા ત્રુટિ પડ્્યો એ ધરતી          ૫૪

રાવણ સોહઈ પડિયો ધરતી, જાણે આથમતઉ સઉ દિનપતિ          ૫૫

રાવણ પડતઉ દેખી ત્રાઠા, રાક્ષસ સુમટ સહુ જાયઈં નાઠા          ૫૬

રાવણ સુગ્રીવ વિભીષણ ભાખઈં, ઈમ આશ્વાસન દેઈ રાખઈં          ૫૭

તુમ્હનઈ એ નારાયણ સરણં, મત કો આણો ડર ભય મરણં          ૫૮

સગલઉ રાવણ કટક નઉ મેલો, જઈ થયો રામચંદ્ર નઈ મેલો          ૫૯

ઢાલ એ સાતમી ખંડની જાણો, બીજી ઢાલઈ માર્યો રાવણ રાણો          ૬૦

પામી જયત પતાકા રામઈં, ઈમ કહઈ સમયસુંદર ઈણ ઠામઈં         ૬૧