મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૮

From Ekatra Wiki
Revision as of 11:41, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૮| રમણ સોની}} <poem> એક સેજે સખી વીતી સર્વ શર્વરી, પરવરી પિયુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૮

રમણ સોની

એક સેજે સખી વીતી સર્વ શર્વરી, પરવરી પિયુ શું પ્રેમરંગે;
રસબસ થાતાં કહેવા કંઈ નવ રહ્યું, અદ્ભુત રસ પડ્યો એક અંગે.

એક અનુભવ તે જુગમ થઈ નીમડે, જુગમ જોતે થકે એક ભાસે;
(એમ) જાણી વિચારીને વિધ્ય વિધ્યે વિલસતાં, કંઠ પરસ્પર હસ્ત હાસે.

શાસ્ર સઘળાં જ સિદ્ધાંત કરતે થકે, વદ કરતાં વપુ જાય છૂટી;
તે પ્રભુ અધક્ષણ અંગ અલગો નહીં, રસતણો સિંધુ નવ જાય ખૂટી.

હું ખોળે પિયુ મુજ મુખે નેત્ર લખે, મુજ પખે નવ રહે નાથ નેમે;
ભોગ વિલાસ આનંદ નિત નવનવા, મુજ પડ્યું પાધરું પૂર્વ પ્રેમે.

અદ્ભુત રસ પુરાતન પદ્મની, અસનપણે તે રહેતો અજાણ્યો;
જાણ યૌવનપણું આવ્યું અંગે અખા, દ્વૈત અદ્વૈત રસ મંન માણ્યો.