મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ચાનક અંગ
Revision as of 12:01, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાનક અંગ| રમણ સોની}} <poem> હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશ...")
ચાનક અંગ
રમણ સોની
હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશે નીસરી.
જ્યમ નીંભાડે ભાજન કાચું રહ્યું, ન સર્યું કામ માટીથું ગયું.
છતી બુધ્યે હરિ ન અભ્યસ્યો, હવે ડાહ્યા ડેહેકાણા જશો. ૨૧૪