મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૧
Revision as of 05:52, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૨૧| રમણ સોની}} <poem> :::::(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માન...")
છપ્પા ૨૧
રમણ સોની
(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માને;
(કોહોને) વર્ણાશ્રમ-અભિમાન, દાન દે મુજ સમાને.
કો સાધે અષ્ટાંગ, સાંગ કાયાકૃત્ય જાણે;
કો કરે પૂજન દેવ, સેવ્ય અધિકતા આણે.
એ સહુ કાયાકલેશ છે, મન માનીનતા એ સહી;
અખા તક્રના પાનથી અલંતા ઊપજે નહીં.