મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /યશોવિજય પદ ૩

From Ekatra Wiki
Revision as of 06:58, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩| રમણ સોની}} <poem> સખી પ્રત્યે રાજુલ : વીનતડી કહ્યો રે મોરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૩

રમણ સોની

સખી પ્રત્યે રાજુલ
વીનતડી કહ્યો રે મોરા કંતનઈં
સીખામણ મુજ પ્રભુ તુજનઈં, જીભ ભલામણ દંતનઈં.          વી ૧

યૌવન વય યુવતી જે છોરી, ખાર દીધો તે ખંતનઈં;
ચૌદ જાણઈં તે ચ્યાર ન ભૂલઈં, શ્યૂં કહવું એ સંતનઈં.          વી ૨

કર્મદોષ પરનઈં નવિ દીજઈં, સાધ્ય ન એ મંત-તંતનઈં;
મિલી અભેદ રાજુલ ઈમ કહતી, જશ પ્રભુ નેમિ-અરિહંતનઈં.          વી ૩