મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧

From Ekatra Wiki
Revision as of 09:18, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧| રમણ સોની}} <poem> ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કડવું ૧

રમણ સોની

ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર જોડ:          હ.
રણજંગ લંકા કીધો રાઘવ, ગાઉં ગુણ પા ઘોડ—          ૧
જાનકી–કારણ જગત ત્રિ જાણે સાયર બાધી પાજ;
લીધા પેહિલી આપી લકા, ભોગવે છે આજ—          ૨
બોહોતેર ક્રોડ છે રીંછ રાયને. કપિ પડ્મ અઢાર;
ત્રિકૂટ વીંટ્યો વાનરે, આવ્યો અયોદ્ધા દ્વાર—          ૩
શેષ સળક્યો ધ્રુવ ધ્રમક્યો, ચળવળ્યા રવિ ચદ્ર;
આગળ હાકવાગે હનુમંતની, (ત્યારે) ઉધ્રક્યો ભડઇદ્ર—          ૪
સીતાછળ સેતબંધ બાંધી, ઉતર્યો અણભંગ;
લંકાગઢ તળે સુરકાજ રાઘવ રચ્યો મહા રણજંગ—          ૫