સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયપ્રકાશ નારાયણ/એક શરણાઈવાળો

From Ekatra Wiki
Revision as of 12:16, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.