સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયપ્રકાશ નારાયણ/એક ભોળો ભાભો

Revision as of 12:17, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી, હરણને હાંકે અને પક્ષીને ઉડાડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે;
જંગલી જનાવરોને બહુ બિવરાવવાને,
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો,
ભોળો ભાભો થાળી ઠોકી તેને બિવરાવે છે;
ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રાંબાળુ ગાજે,
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે.